દારૂના કેસમાં છેલ્લાં અઢી માસથી નાસતા ફરતા આરોપીને જામનગર સીટી સી પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર પંચકોશી એ ડીવીઝનમાં નોંધાયેલ દારૂના કેસનો આરોપી મયુરસિંહ ગુમાનસિંહ જાડેજા છેલ્લાં અઢી માસથી નાસતો ફરતો હોય આ દરમિયાન ખોડિયાર કોલોની બસ સ્ટેન્ડ તરફથી બકાલા માર્કેટ તરફ આવતો હોવાની સીટી સી ના હેકો યશપાલસિંહ, પો.કો. શિવભદ્રસિંહ જાડેજા, તથા યુવરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ડી પી વાઘેલા અને પ્રો. નાયબ પોલીસ અધિક્ષક નયના ગોરડિયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એ.આર.ચૌધરી, પીએસઆઈ વી એ પરમાર, હેકો ફૈઝલ ચાવડા, જાવેદભાઈ વજગોળ, નારણ સદાદિયા, પ્રદિપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, યશપાલસિંહ જાડેજા, પો.કો. ખીમશીભાઈ ડાંગર, યુવરાજસિંહ જાડેજા, હર્ષદભાઈ પરમાર, હોમદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન મયુરસિંહ ગુમાનસિંહ જાડેજાને ઝડપી લઇ વધુ કાર્યવાહી માટે પંચ એ ડીવીઝનને જાણ કરી હતી.