જોડિયા પોલીસ સ્ટેશનના અપહરણના કેસમાં છેલ્લાં 10 માસથી નાસતા ફરતા આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્કવોર્ડે બોટાદ જિલ્લાના સાળંગપુરથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ અંગેની વિગત મુજબ જોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના કેસનો આરોપી પંકજ ઉર્ફે ભોલો અમરસંગ વાંકલા નામનો શખ્સ 10 માસથી નાસતો ફરતો હોય દરમિયાન જામનગર પેરોલ ફર્લો સ્કવોર્ડના લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા તથા ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એલસીબીના પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ જામનગર પેરોલ ફર્લો સ્કવોર્ડના પીએસઆઈ એલ.જે. મિયાત્રા, એએસઆઈ ગોવિંદભાઈ ભરવાડ તથા હેકો લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમ નોયડા, કાસમ બ્લોચ, ભરત ડાંગર, રણજીતસિંહ પરમાર તથા પો.કો. મહિપાલભાઇ સાદિયા, ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, હેકો અરવિંદગીરી ગોસાઈ, એલસીબીના નિર્મળસિંહ જાડેજા, પો.કો. બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફ દ્વારા બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતેથી પંકજ ઉર્ફે ભોલો અમરસંગ વાંકલા નામના શખ્સને ઝડપી લઇ વધુ કાર્યવાહી માટે જોડિયા પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો હતો.