જામનગરમાંથી રાજકોટના આર્મ્સ એક્ટના બે ગુનામાં નાસતા-ફરતા આરોપીને પેરોલ ફર્લે સ્ક્વોડે ઝડપી લઇ રાજકોટ પોલીસને સોંપવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ રાજકોટ શહેરમાં આર્મ્સ એક્ટના જુદા-જુદા બે ગુનામાં નાસતો ફરતો બલવીરસિંગ ઉર્ફે બલવંતસિંગ અશોકસિંગ પટવા (રે.નદી મહોલ્લા, જિ.ધાર, મધ્યપ્રદેશ) નામનો નાસતો ફરતો આરોપી જામનગરમાં હોવાની હે.કો. કાસમ બ્લોચ અને પો.કો. ધર્મેન્દ્ર વૈષ્ણવ, મહિપાલ સાદિયાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા દિપેન ભદ્રનની સૂચનાથી પેરોલ ફર્લો સ્કવોર્ડના પીએસઆઈ એ.એસ. ગરચર, હેકો ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, સલીમભાઈ નોયડા, કાસમભાઈ બ્લોચ, મેહુલભાઈ ગઢવી, નિર્મળસિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર, રાજેશભાઈ સુવા, ગીરીરાજસિંહ જાડેજા તથા પો.કો. ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ તથા મહિપાલ સાદિયા અને અરવિંદગીરી સહિતના સ્ટાફે બલવિરસિંગને દબોચી લઇ રાજકોટ પોલીસને સોંપવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.
રાજકોટના બે ગુનામાં નાસતો-ફરતો આરોપી જામનગરમાંથી ઝબ્બે
પેરોલ ફર્લો સ્ક્વોડે દબોચ્યો: રાજકોટ પોલીસને સોંપવા કાર્યવાહી