જામનગર સીટી સી પોલીસમાં નોંધાયેલ અપહરણના કેસનો આરોપી છેલ્લા 10 માસથી નાસતો-ફરતો હોય, સીટી-સી પોલીસે આરોપી તથા ભોગ બનનારને ટંકારા તાલુકાના લઝાઇ ગામ વાડી વિસ્તારમાંથી ઝડપી લઇ આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર સીટી-સી ડિવિઝનમાં નોંધાયેલ અપહરણના કેસનો આરોપી સાગર ભીખુ વાઘેલા છેલ્લા 10 માસથી નાસતો-ફરતો હોય, આ દરમિયાન સર્વેલન્સ સ્ટાફના હેકો એફ.એમ. ચાવડા, પોકો મહેન્દ્રસિંહ જાડેજા તથા ખિમશીભાઇ ડાંગરને આરોપી ટંકારા તાલુકાના લઝાઇ ગામની સીમમાં આવેલ અંબારામ હરખાભાઇ મારવાડીયાની વાડીમાં ભોગ બનનાર સાથે રહેતો હોવાની મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક વી.ડી. વસાવાના માર્ગદર્શન હેઠળ સીટી-સી પોલીસે મોરબી જિલ્લામાં તપાસ હાથ ધરી મોરબી કમાન કંટ્રોલના સીસીટીવી ફૂટેજના આધારે ટંકારા તાલુકાના લઝાઇ ગામની સીમમાં આવેલ અંબારામ મારવાડીયાની વાડીમાંથી આરોપી સાગર ભીખુ વાઘેલા તથા ભોગ બનનાર મળી આવતા આરોપીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.