સીક્કા પોલીસ સ્ટેશનના દારૂના કેસમાં છેલ્લાં આઠેક માસથી નાસતા ફરતા આરોપીને સીક્કા પોલીસે સરમત પાટીયા પાસેથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, સીક્કા પોલીસ સ્ટેશનમાં દારૂના કેસનો આરોપી પૃથ્વીરાજસિંહ ઉર્ફે પપ્પુસિંહ ઉર્ફે પરબતસિંહ અમરસિંહ વાઘેલા છેલ્લાં આઠેક માસથી નાસતો ફરતો હોય હાલમાં સરમત પાટીયા પાસે ઉભો હોવાની સીક્કાના હેકો જે.એમ. જાડેજા, પો.કો. રઘુવીરસિંહ જાડેજા અને દિલીપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક ડી.પી. વાઘેલા તથા પીઆઇ પી એલ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.એચ. બાર સહિતના સ્ટાફ દ્વારા વોચ ગોઠવી પૃથ્વીરાજસિંહ ઉર્ફે પપ્પુસિંહ ઉર્ફે પરબતસિંહ અમરસિ:હ વાઘેલા નામના શખ્સને ઝડપી લીધો હતો. આરોપી વિરૂધ્ધ છ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે.