Sunday, December 29, 2024
Homeરાજ્યહાલારખંભાળિયાની યુવતીના અપહરણ પ્રકરણનો આરોપી ઝડપાયો

ખંભાળિયાની યુવતીના અપહરણ પ્રકરણનો આરોપી ઝડપાયો

- Advertisement -

ખંભાળિયા પોલીસે એક સગીરાના અપહરણ સંદર્ભે પંચમહાલના ગુનાના આરોપીને દબોચી લીધો હતો.આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયામાં રહેતી એક સગીરાનું અપહરણ થયા બાદ તેણીએ પોતાના હાથે ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ પ્રકરણમાં હાલ ખંભાળિયા તાલુકાના હંસ્થલ ગામે રહેતા અને મૂળ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં રહેતા પ્રકાશ મોરારજી સોલંકી નામના શખ્સ દ્વારા સગીરાને પંચમહાલ જિલ્લાના ધોધંબા તાલુકામાં ભગાડીને લઈ જતા આ અંગે પંચમહાલ જિલ્લાના રાજગઢ પોલીસ મથકમાં અપહરણની કલમ 363, 366 તથા પોકસો એક્ટ હેઠળ ધોરણસર ગુનો નોંધાયો હતો.

- Advertisement -

ઉપરોક્ત આરોપી સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ અહીંના ઈન્ચાર્જ પી.આઈ. એસ.વાય. ઝાલા તથા તેમની ટીમ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ આરંભી અને આ પ્રકરણમાં હેડ કોન્સ્ટેબલ હેમતભાઈ નંદાણીયા, યોગરાજસિંહ ઝાલા તેમજ કાનાભાઈ લુણા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ઉપરોક્ત આરોપી પ્રકાશ મોરારજી (ઉ.વ. 22)ને ઝડપી લઇ અને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યવાહી ઇન્ચાર્જ પી.આઈ. શક્તિસિંહ ઝાલા, હેમતભાઈ નંદાણીયા, ખીમાણંદભાઈ આંબલીયા, જે.એમ. ડોડીયા, દિવ્યરાજસિંહ જાડેજા, યોગરાજસિંહ ઝાલા, કાનાભાઈ લુણા તથા રમેશભાઈ માધર દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular