જામનગરના સીટી સી ડિવીઝન પોલીસમાં નોંધાયેલ ભાઇ દ્વારા સગાભાઇની હત્યાના પ્રયાસના કેસમાં સીટી સી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ જામનગરના સિધ્ધાર્થ નગર શેરી નં. 1માં વુલનમીલ ફાટક પાસે આવેલી ઝુંપડપટ્ટીમાં રહેતા શૈલેષ તેજાભાઇ સાગઠિયા અને તેની માતાને મકાનમાં તેનો જ સગો ભાઇ સવજી ઉર્ફે કાનો રહેવા દેતો ન હોય અને અવારનવાર ઝઘડો કરતો હતો. આ દરમ્યાન ઝઘડાનું મનદુ:ખ રાખી મંગળવારે રાત્રિના સમયે શૈલેષ સાગઠિયા નામના યુવાનને તેના ઘર પાસે આંતરીને જ તેના સગાભાઇ સવજી ઉર્ફે કાનો તેજા સાગઠિયાએ છરી વડે હુમલો કર્યો હતો. આ કેસમાં આરોપીની શોધખોળ દરમ્યાન સીટી સી ના પીએસઆઇ કે.આર. સીસોદિયા એ.એસ.આઇ. આર.એમ. કનોજિયા તથા પો.કો. મહેન્દ્રસિંહ જાડેજા અને હિતેન્દ્રસિંહ જાડેજાના મળેલ બાતમીને આધારે સીટી સી ના પીઆઇ પી.એલ. વાઘેલા તથા એન. એ. ચાવડા તથા પીએસઆઈ કે.આર. સિસોદીયા, હેકો ફેઝલભાઈ મામદભાઈ ચાવડા, પ્રદિપસિંહ ફતેસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ વનરાજસિંહ ચુડાસમા, પોકો મહેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા, વિપુલભાઈ જગદીશભાઇ સોનાગરા, ખીમશીભાઈ ડાંગર, હરદીપભાઈ વસંતભાઈ બારડ, યુવરાજસિંહ જાડેજા, સંદિપભાઇ જરૂ, પો.કો. જાવેદભાઇ વજગોર સહિતના સ્ટાફ દ્વારા આરોપી સવજી ઉર્ફે કાનો તેજા સાગઠિયાને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો હતો.