જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2000માં નોંધાયેલા મારામારીના ગુનામાં છેલ્લાં 21 વર્ષથી નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કવોર્ડે કાલાવડમાંથી દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2000 ની સાલમાં નોંધાયેલા આઈપીસી 325, 114 ના મારામારીના ગુનાનો આરોપી ભાવસિંગ ટીહીયા બારીઆ નામનો શખ્સ છેલ્લાં 21 વર્ષથી નાસતો-ફરતો હતો. આ શખ્સ અંગે કાસમ બ્લોચ, ગજેન્દ્રસિંહ જાડેજા અને લખધીરસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કવોર્ડના પીએસઆઈ એ.એસ. ગરચર, હેકો ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, સલીમભાઈ નોયડા, કાસમભાઈ બ્લોચ, મેહુલભાઈ ગઢવી, નિર્મળસિંહ એસ. જાડેજા, લખમણ ભાટીયા, ભરતભાઈ ડાંગર, રાજેશભાઈ સુવા, ગીરીરાજસિંહ જાડેજા તથા પો.કો. ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ તથા એએસઆઈ ધર્મેન્દ્રસિંહ જાડેજા, અરવિંદગીરી ગોસાઈ સહિતનાએ કાલાવડમાંથી ભાવસિંગને દબોચી લઇ ધ્રોલ પોલીસ સ્ટેશનને સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી.
બે દાયકાથી મારામારીના ગુનામાં નાસતો-ફરતો આરોપી ઝબ્બે
પેરોલ ફર્લો સ્કવોર્ડે કાલાવડ માંથી દબોચ્યો