Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરની જિલ્લા જેલ સહાયક સાથે આરોપીએ ઝપાઝપી કરી

જામનગરની જિલ્લા જેલ સહાયક સાથે આરોપીએ ઝપાઝપી કરી

અપશબ્દો બોલી કપડાં ફાડી નાખ્યા : ધકકો મારી ફરજમાં રૂકાવટ : પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

જામનગરની જિલ્લા જેલમાં કાચા કામના આરોપીઓ વચ્ચે ઝઘડો થતા બન્ને આરોપીઓને જુદા જુદા યાર્ડમાં જવાનું કહેતા એક આરોપીએ જેલ કર્મચારી સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ કરી ધકકો માર્યાના બનાવમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગરની જિલ્લા જેલમાં રહેલા કાચા કામના આરોપી નજીર ઉર્ફે ગંઢાબાપુ સફીમીયા નાગાણીને યાર્ડ 4 માંથી 6 માં મોકલવામાં આવ્યો હતો અને ત્યાં નજીરે હિતેશ નરશી બાંભણિયા નામના આરોપી સાથે ઝઘડો કરતા જિલ્લા જેલ સહાયક અજયસિંહ જાડેજાએ નજીરને યાર્ડ 6 માંથી 4 માં મોકલી આપ્યો હતો અને બાદમા આરોપીઓને યાર્ડમાં જવાનું કહેતા કાચા કામના આરોપી સની સામજી મકવાણા નામના આરોપીએ જેલ સહાયક સાથે ઉગ્ર બોલાચાલી કરી અપશબ્દો કહી ઝપાઝપી કરી ધકકો માર્યો હતો અને જેલ સહાયકના કપડાં ફાડી નાખ્યા હતાં.

જેલમાં બનેલા આ બનાવને કારણે અન્ય જેલ કર્મચારીઓ પણ સ્થળ પર દોડી આવ્યાં હતાં. ત્યારબાદ આરોપીઓને ફરીથી તેના યાર્ડમાં મોકલી દીધો હતો અને આ બનાવ અંગે અજયસિંહએ કરેલી જાણના આધારે પીએસઆઈ એસ.પી. સોઢા તથા સ્ટાફે સની સામજી મકવાણા વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular