જામનગર શહેરમાં રહેતો અને રાજ્યના ત્રણ જિલ્લાઓમાં છેતરપિંડીના ગુનામાં છ વર્ષથી નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કવોર્ડે ન્યુ જેલ રોડ પરથી ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં રહેતો અને નવસારી, વલસાડ, સાબરકાંઠામાં નોંધાયેલા જુદા જુદા ત્રણ છેતરપિંડીના ગુનાઓમાં છેલ્લાં છ વર્ષથી નાસતો ફરતો અલ્પેશ વિશનજી ચોલેરા નામનો શખ્સ જામનગરમાં તેના ઘરે હોવાની હેકો સલીમ નોયડા, ગજેન્દ્રસિંહ જાડેજા, રણજીતસિંહ પરમાર, નિર્મળસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી પીએસઆઈ એ.એસ. ગરચર તથા એએસઆઈ ધર્મેન્દ્રસિંહ જાડેજા, પોલીસ હે.કો. ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, નિર્મળસિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર, રાજેશ સુવા, ગીરીરાજસિંહ જાડેજા, સલીમ નોયડા, કાસમભાઈ બ્લોચ, મેહુલભાઈ ગઢવી તથા રણજીતસિંહ પરમાર તથા પો.કો. ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ સહિતના સ્ટાફે ન્યુ જેલ રોડ પર ચંદ્રપ્રભુ એપાર્ટમેન્ટમાંથી અલ્પેશ વિશનજી ચોલેરાને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.