ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા નવ જેટલી કોલેજોનું જોડાણ રદ્ કરવામાં આવ્યું છે. જેની સીધી અસરરૂપે 540 સીટોની ઘટ થઇ છે. જેને લઇ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ-જામનગર શાખાના કાર્યકરો દ્વારા આ અંગે ગુજરાત આર્યુવેદ યુનિ.ના કુલપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ. જેમાં વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી આ અંગે તાત્કાલિક ધોરણે યોગ્ય નિર્ણય કરવા માગણી કરવામાં આવી હતી.