Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરબ્રાસની ચોરીના કેસમાં નાસતો-ફરતો આરોપી ઝડપાયો

બ્રાસની ચોરીના કેસમાં નાસતો-ફરતો આરોપી ઝડપાયો

- Advertisement -

જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં થયેલ બ્રાસની ચોરીના કેસમાં એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને સીટી-સી ડિવિઝન પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં બ્રાસના નાચકાની ચોરીના કેસમાં આરોપી રાજ ઉર્ફે રાજલો દિપક ડાભી છેલ્લા એક વર્ષથી નાસતો-ફરતો હોય, આ દરમિયાન હાલમાં જામનગર સાંઢિયા પુલ પાસે હોવાની સીટી-સીના હેકો ફૈઝલભાઇ ચાવડા, પોકો ખિમશીભાઇ ડાંગર, હોમદેવસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક મહેન્દ્રસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ સીટી-સીના પીઆઇ એ.આર. ચૌધરી, પીએસઆઇ વી.બી. બરબસીયા તથા પોલીસ સ્ટાફ દ્વારા રેઇડ દરમિયાન જામનગર સાંઢિયા પુલ પાસેથી રાજ ઉર્ફે રાજલો દિપક ડાભી નામના શખ્સને ઝડપી લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular