જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયેલા અપહરણ અને દુષ્કર્મના ગુનામાં નાસતા ફરતા શખ્સને ગુલાબનગરમાંથી પેરોલ ફર્લો સ્કવોર્ડે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરના પંચ એ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને દુષ્કર્મના પોકસો હેઠળના નોંધાયેલા ગુનામાં આરોપી નાસતો ફરતો હતો. આ નાસતા ફરતા આરોપી અંગેની ગોવિંદ ભરવાડ, સલીમ નોયડા, ભરત ડાંગર અને કાસમ બ્લોચને મળેલી સંયુકત બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોર્ડના પીએસઆઈ એલ.જે. મિયાત્રા, એએસઆઈ ગોવિંદભાઈ ભરવાડ તથા હેકો લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમ નોયડા, કાસમ બ્લોચ, ભરત ડાંગર, રણજીતસિંહ પરમાર, તથા પો.કો. મહિપાલભાઇ સાદિયા, ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, હેકો અરવિંદભાઈ ગોસાઈ, નિર્મળસિંહ જાડેજા, પો.કો. બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફે ગુલાબનગરમાંથી વારીશ હુશેન પઠાણ નામના શખ્સને દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.