ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં પ્રોહિબીશન, હથિયાર તથા ચીટિંગના ગુનાઓમાં તેમજ રાજસ્થાનના પાલી જિલ્લામાં છેલ્લાં બે વર્ષથી કુલ 12 ગુનામાં નાસતા ફરતા આરોપીને જામનગર સિટી એ પોલીસને સર્વેલન્સ ટીમએ ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર-રાજકોટ-ઉપલેટા-જૂનાગઢ-જેતપુર તથા રાજસ્થાનના પાલી જિલ્લામાં કુલ 12 ગુનામાં નાસતો ફરતો આરોપી અમીનમીયા મહમદમીયા મટારી નામનો શખ્સ નાસતો ફરતો હોય સિટી એ સર્વેલન્સ સ્કવોર્ડના પો.કો. વિક્રમસિંહ જાડેજા, હેકો રવિરાજસિંહ જાડેજા તથા દેવાયતભાઈ કાંબરીયાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક વરુણ વસાવા અને પીઆઇ એમ.બી. ગજ્જરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.એસ.વાળા તથા હેકો દેવાયતભાઈ કાંબરીયા, મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, રવિન્દ્રસિંહ પરમાર, સુનિલભાઈ ડેર, પો.કો. શિવરાજસિંહ રાઠોડ, રવિરાજસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ સોઢા, વિક્રમસિંહ જાડેજા, ખોડુભા જાડેજા, શૈલેષભાઈ ઠાકરિયા, રાજેન્દ્રસિંહ ડોડિયા, રૂષિરાજસિંહ જાડેજા, રવિભાઈ શર્મા, મહેન્દ્રભાઈ પરમાર સહિતના સ્ટાફ દ્વારા મળેલી બાતમીના આધારે અમીનમીયા મહમદમીયા મટારી નામના શખ્સને ઝડપી લીધો હતો.
આરોપી વિરુધ્ધ જામનગર સિટી એ પોલીસમાં 22 નંગ દારૂની બોટલ, જૂનાગઢ એ ડીવીઝનમાં હથિયારધારા તેમજ પ્રોહિબીશન, જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન, જૂનાગઢ ચોરવાડ પોલીસ સ્ટેશનમાં દારૂની 12 પેટી, રાજકોટ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં 78 નંગ દારૂની બોટલ, રાજકોટ ડીસીબી પોલીસ સ્ટેશનમાં 218 પેટી દારૂની બોટલ, ઉપલેટા પોલીસ સ્ટેશનમાં 8460 નંગ દારૂની બોટલ તથા 5628 નંગ દારૂની બોટલ, જેતપુર સિટી પોલીસમાં 1860 નંગ દારૂની બોટલ તથા રાજસ્થાનના પાલી જિલ્લામાં 355 પેટી દારૂની બોટલ સહિતના ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત આરોપી અગાઉ પ્રોહિબીશનના ગુનામાં તેમજ પાસામાં પકડાયેલ છે.