Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં તસ્કરોનો રંજાડ વધ્યો, પંચવટીમાં મકાનમાંથી ચોરી

જામનગર શહેરમાં તસ્કરોનો રંજાડ વધ્યો, પંચવટીમાં મકાનમાંથી ચોરી

6 દિવસ બંધ રહેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું : રૂા.98,400 ની રોકડ રકમ અને દાગીના ચોરી ગયા : પોલીસ દ્વારા તસ્કરોનું પગેરૂ મેળવવા તપાસનો ધમધમાટ

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં પોલીસ વિભાગ ચૂંટણી શાંતિપૂર્ણ કરાવવા માટેની તૈયારીમાં લાગી ગયું છે. ત્યારે તસ્કરોએ મોકળા મેદાનનો ગેરલાભ ઉઠાવી વધુ એક મકાનમાં ખાતર પાડયાના બનાવથી લોકોમાં ભય ફેલાઈ ગયો છે. જામનગર શહેરના પંચવટી વિસ્તારમાં વિપ્ર વૃધ્ધના મકાનમાંથી રૂા.98,400ની માલમતાની ચોરી થઈ છે. આ બનાવમાં પોલીસે અજાણ્યા તસ્કરો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં વિધાનસભા 2022 ની ચૂંટણીની તૈયારીઓ થઈ રહી છે અને આ ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન થાય અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે દિશામાં પગલાં ભરી રહી છે ત્યારે હાલમાં જ ચૂંટણી જાહેર થયા બાદ શહેર અને જિલ્લામાં તસ્કરોનો રંજાડ વધી ગયો છે. પોલીસ ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત છે. ત્યારે તસ્કરો એક પછી એક મકાનોને ટાર્ગેટ બનાવી ચોરીને અંજામ આપતા જાય છે. થોડા દિવસ પહેલાં જ મોમાઈનગર વિસ્તારમાં એક સાથે ત્રણ મકાનોમાંથી રૂા.4 લાખથી વધુની માલમતાની ચોરી કરી ગયા હતાં. તેમજ મોટા થાવરિયામાં રહેણાંક મકાનમાં ચોરીની ઘટના બની હતી. શહેર અને જિલ્લામાં વધતા જતા ચોરીના બનાવોને કારણે લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. દરમિયાન શહેરના પંચવટી ગૌ શાળા વિસ્તારમાં 128/અ માં રહેતાં હરેશ કુમાર ગુણવંતરાય ત્રિવેદી (ઉ.વ.65) નામના નિવૃત્ત વિપ્ર વૃધ્ધના ગત તા.4 થી 10 તારીખ સુધી બંધ રહેલા મકાનને તસ્કરોએ ટાર્ગેટ બનાવી મુખ્ય દરવાજાના તાળા તોડી મકાનમાં પ્રવેશી કરી રૂમમાં રહેલા કબાટ અને ખાના લોક તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂા.98,400 ની માલમતાની ચોરી કરી ગયા હતાં.

શહેરના પંચવટી વિસ્તારમાં વિપ્ર વૃધ્ધના મકાનમાંથી ચોરી થયાની જાણ કરાતા પીએસઆઈ એસ.વી.સામાણી તથા સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular