ઓખા વિસ્તારમાં ગતરાત્રીના સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા નાઈટ પેટ્રોલીંગ દરમિયાન પી.એસ.આઈ. એમ.ડી. મકવાણાની સુચના મુજબ ચાલી રહેલી પેટ્રોલિંગ કામગીરી દરમિયાન હેડ કોન્સ્ટેબલ ડાડુભાઈ જોગલ, હરપાલસિંહ તથા કોન્સ્ટેબલ ભાવેશભાઈ ગામીતને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઓખાના બેટ વિસ્તારમાંથી જુગાર રમતા દસ શખ્સોને મુદ્દામાલ સાથે જેમાં પોલીસે ધાર્મિક યશવંતભાઈ દવે, શ્યામ જગદીશભાઈ ઠાકર, જયદીપ શૈલેષભાઈ દવે, નૈતિક ચંદ્રેશભાઇ ઉપાધ્યાય, પ્રેમ કિશોરભાઈ વાયડા, દિપક જયેશભાઈ દવે, પાર્થ ભરતભાઇ ઠાકર, દેવાંશુ નરેશભાઈ ઠાકર, પુનિત ભવદીપભાઈ ભટ્ટ અને જીત રૂપેશભાઈ વાયડા નામના દસ શખ્સોને ઝડપી લઈ, રૂપિયા 20,300 નો મુદ્દામાલ કબજે કરી અને જુગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.