જામનગર તાલુકાના દરેડ ગામમાં રહેતી તરૂણીની માતા બિમાર હોવાનું લાગી આવતાં તેના ઘરે સાડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આત્મહત્યાના આ બનાવની વિગત મુજબ ઉત્તરપ્રદેશના નવાબગંજ જિલ્લાના રીછોલા કિફાયતુલા ગામના વતની અને હાલ જામનગર તાલુકાના દરેડ ગામમાં હુસેની ચોક ધાર વિસ્તારમાં આવેલી ઓરડીમાં રહેતા ગિરધારીલાલ ગંગારામ કશ્યપ નામના યુવાનની પુત્રી ઉષાદેવી ગિરધારીલાલ કશ્યપ (ઉ.વ.17) નામની તરૂણીની માતા બિમાર રહેતી હોય અને તેની ચિંતામાં રહેતી યુવતીને માતાની બિમારીનું મનમાં લાગી આવતાં શનિવારે રાત્રિના સમયે તેના ઘરે રૂમના પંખામાં સાડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા તેની ટીમએ તરૂણીને મૃત જાહેર કરી હતી. આ અંગે મૃતકના ભાઇ સુરેન્દ્ર દ્વારા જાણ કરાતા એએસઆઇ એમ. એન. જાડેજા તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


