ટાટા નેકસોન સીએનજી કંપની દ્વારા ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ કરાઇ હતી. જ્યારે હવે તેનું રેડ કાર્ડ એડિશન લોન્ચ કરાયું હતું. આ નવા એડિશનમાં કેટલાંક કોસ્મેટિક ફેરફારો કરવામાં આવ્યા છે. જે તેને રેગ્યુલર મોડલથી થોડું અલગ બનાવે છે.
દેશની અગ્રણી ઓટો મોબાઇલ ઉત્પાદક ટાટા મોટર્સે આપી સરપ્રાઈઝ વાહન પોર્ટ ફોલિયોને અપડેટ કરીને કંપનીએ સ્થાનિક બજારમાં તેની પ્રખ્યાત એસયુવી નેકસોન સીએનજીની નવી રેડ કાર્ડ એડિશન લોન્ચ કરી છે. આ નવા ડાર્ક એડિશનની પ્રારંભિક કિંમત 12.70 લાખ રૂપિયા નકકી કરવામાં આવી છે. આ નવું વેરિઅન્ટ ડયુલ સીલીન્ડર સીએનજી ટેકનોલોજી સાથે આવે છે.
આ એડિશનમાં કેટલાંક ફેરફારો કરાયા છે. ડાર્ક થીમ આધારિત ફિનિશ અને પ્રીમીયમ ઈન્ટિરિયરનો સમાવેશ થાય છે. તેના વ્હીલ્સ પર રેડકલર એકસેન્ટ સાથે બોલ્ડ કાર્બન બ્લેક પેઇન્ટ ફિનિશ આપવામાં આવી છે. જે આ એસયુવીને વધુ સ્પોર્ટી બનાવે છે.
એન્જિન વિશે વાત કરીએ તો આ એડિકશનમાં 1.2 લીટર ટર્બો પેટ્રોલ એન્જિન છે. જે મહત્તમ 99 બીએચપીનો પાવર આપે છે. સ્ટ્રાઈકિંગ રેડ સ્ટીચીંગ અને ગ્લોસી પિયાનો બ્લેક ડીટેલ્સ સાથે શુદ્ધ સ્પર્શ મળે છે. ફિચર્સની વાત કરીએ તો તેમાં 10.2 ઈંચ ઈન્ફોટેનમેન્ટ ડિસ્પ્લે, 360 ડિગ્રી કેરેશ, ડિજીટલ ઈન્સ્ટુમેન્ટ પેનલ, જેબીએલના 6 સ્પીકર્સ સ્માર્ટ ફોન કનેકટીવીટી, વેન્ટિલેટડ સીટસ વાયરલેસ ચાર્જિગ અને પેનોરેમિક સનરૂફ છે.
તેને ક્રેશ ટેસ્ટમાં ફાઈવસ્ટાર રેટીંગ મળ્યું છે. તે અંદાજે 17 કિ.મી. પ્રતિ લીટરની એવરેજ આપે છે. ડીઝલ વેરિએન્ટ 23 કિ.મી. પ્રતિલીટર સુધીની માઈલેજ આપે છે. સીએનજી વેરિએન્ટ 17 કિ.મી. /કિલો સુધીની માઈલેજ પણ આપે છે.