જામનગર શહેરમાં રામેશ્વરનગર માટેલ ચોકમાં રહેતાં તરૂણે અગમ્યકારણોસર તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી હતી.
બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં રામેશ્ર્વરનગર માટેલ ચોકમાં આશાપુરા પાનની સામે રહેતાં અને છુટક મજૂરી કામ કરતો ધ્રુવ વસંતભાઈ ચોટલિયા (ઉ.વ.17) નામના કડિયા તરૂણે શુક્રવારે રાત્રિન સમયે તેના ઘરે અગમ્યકારણોસર પંખામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની જાણ કરાતા 108 ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સ્થળ પર તરૂણનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. જેના આધારે મૃતકની માતા અનિતાબેન વસંતભાઈ ચોટલિયા દ્વારા જાણ કરાતા પીએસઆઈ આર.પી. અસારી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.