જીએસટીટીએ દ્વારા આયોજીત ઇન્ટર ડીસ્ટ્રીક્ટ ટુર્નામેન્ટમાં જામનગરની તનીષા કટારમલે બે કેટેગરીમાં અન્ડર-15 બાદ અન્ડર-17 માં બરોડાની અનુષ્કા પાંડે ને 3-0 થી હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે તનીષા અન્ડર 17 કેટેગરીમાં પણ ટોપ 8 29511 પઢાળવંત માં સ્થાન મેળવી લીધુ છે.
સીનીયર કેટેગરીમાં સીંગલ્સ અને ડબલ્સ એમ બન્નેમાં જામનગરના સીનીયર ખેલાડી તથા જેડીટીટીએના સેક્રેટરી પ્રકાશ નંદાએ પણ અમદાવાદ અને ભાવનગરના વેટરન/સીનીયર ખેલાડીઓને હરાવી ફસ્ટ રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે.
ટુર્નામેન્ટ સમાપન તા. 13ના રોજ થઇ હતી, તા. 13ના રોજ સવારે 9 વાગ્યાથી તનીષાએ સુરતની ટોપ સીડેડ પ્લેયર ની સાથે ટુર્નામેન્ટના અંતિમ દિવસે પ્રથમ મેચ રમ્યો (ક્વાર્ટર ફાઇનલ) હતો. જેમાં તનીષાએ મોખરાના ક્રમની અરની પરમારને હરાવી સેમીફાઇનલ માં પ્રવેસ મેળવવા રેકેટ ચલાવ્યુ હતુ. આ મેચ જી.એસ.ટી.ટી.એ દ્વારા લાઇવ પ્રસારીત કરવામાં આવ્યો હતો. આ મેચ ખુબજ રસાકસી ભર્યો રહ્યો. બેસ્ટ ઓફ સેવનના આ મેચમાં તનીષા પ્રથમ ત્રણ મેચ હારી ત્યારબાદ ખુબજ સારૂ કમબેક કર્યું હતું. ત્યારબાદ બન્નેનો સ્કોર 3-3 થયો અને ડીસાઇડર મેચમાં બન્ને ડ્યુસ બાદ તનીષાને હારનો સામનો કરવો પડ્યો હતો (3-4). જામનગરના ટીટી ખેલાડીઓ સહીત અનેક લોકોએ આ મેચ ઓનલાઇન નિહાડી રોમાંચ અનુભવ્યો હતો. આ સાથે આ ટુર્નામેન્ટમાં તનીષા અપસેટ નોંધાવવામાં ફક્ત 2 પોંઇન્ટથી દુર રહી હતી.