Sunday, December 22, 2024
Homeસ્પોર્ટ્સચેન્નાઇ સુપર કિંગ્સથી તમિલનાડુના ધારાસભ્ય નારાજ, પ્રતિબંધની માગણી

ચેન્નાઇ સુપર કિંગ્સથી તમિલનાડુના ધારાસભ્ય નારાજ, પ્રતિબંધની માગણી

- Advertisement -

આઈપીએલમાં ચેન્નાઈ સુપરકિંગ્સને લઈને અલગ પ્રકારનો વિવાદ સામે આવ્યો છે. ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપરકિંગ્સના ખેલાડી ધોનીની આગેવાનીમાં રમી રહ્યા છે. બીજી બાજુ તમિલનાડુ વિધાનસભામાં એક ધારાસભ્યએ ચેન્નાઈ સુપરકિંગ્સ ઉપર પ્રતિબંધ મુકવાની માંગણી કરી છે.

- Advertisement -

વિધાનસભામાં રમત-ગમતના બજેટ ઉપર ચર્ચા થઈ રહી હતી. આ દરમિયાન પટ્ટશલી મક્કલ પાર્ટી (પીએમકે)ના ધારાસભ્ય વેંકટેશ્ર્વરણે ચેન્નાઈ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે જેને લઈને હંગામો શરૂ થઈ ગયો હતો. વેંકટેશ્ર્વરણનું કહેવું છે કે, ચેન્નાઈ સુપરકિંગ્સ તમીલનાડુની ટીમ છે પરંતુ તેમાં રાજ્યનો એક પણ ખેલાડી સામેલ નથી. વેંકટેશ્ર્વરણના જણાવ્યા પ્રમાણે તમીલનાડુમાં અનેક પ્રતિભાશાળી ખેલાડીઓ છે જે ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે આમ છતાં ચેન્નાઈ સુપરકિંગ્સને રાજ્યના એક પણ ક્રિકેટરને ટીમમાં જગ્યા આપી નથી. આ ટીમમાં બીજા રાજ્યના ખેલાડીઓને વધુ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે જે દૂર્ભાગ્યપૂર્ણ વાત છે એટલા માટે તમીલનાડુ સરકારે ચેન્નાઈ સુપરકિંગ્સ ઉપર પ્રતિબંધ મુકી દેવો જોઈએ. આઈપીએલ મેચોની ટિકિટને લઈને પણ વિધાનસભામાં હંગામો શરૂ થઈ ગયો હતો. અહેવાલો પ્રમાણે વિવાદની શરૂઆત એઆઈએડીએમકેના ધારાસભ્ય એસ.પી.વેલુમણીએ મેચની ટિકિટ માગ્યા બાદથી શરૂ થઈ હતી. વેલુમણીનું કહેવું હતું કે જ્યારે રાજ્યમાં તેના પક્ષની સરકાર હતી તો ધારાસભ્યોને આઈપીએલની ફ્રી ટિકિટ આપવામાં આવતી હતી પરંતુ હવે આવું થઈ રહ્યું નથી. વેલુમણીએ આરોપ લગાવ્યો કે, અત્યારની સરકારને 400 ટિકિટ આપવામાં આવી છે પરંતુ તેમાંથી વિપક્ષના એક પણ ધારાસભ્યને ટિકિટ અપાઈ નથી. જ્યારે અમે ટિકિટ માંગી તો રમત-ગમત મંત્રી ઉદયનિધિ સ્ટાલિને કહ્યું હતું કે બીસીસીઆઈના જય શાહ પાસે જઈને ટિકિટ માંગી લ્યો !

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular