Saturday, April 4, 2026
Homeરાજ્યજામનગરપોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળી સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ

પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળી સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ

પીઆઇ વી. એમ. ડોડિયાએ સિટી ‘એ’ ડિવિઝનનો સંભાળ્યો ચાર્જ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં સંવેદનશીલ વિસ્તારોની સમીક્ષા

જામનગર શહેર અને જિલ્લામાં ફરજ બજાવતાં 10 સહિત રાજ્યના 518 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીના ઓર્ડરો રાજ્યસરકાર દ્વારા કરવામાં આવ્યા હતા. જામનગરમાં નવા બદલી થઇને આવેલા પીઆઇએ સિટી ‘એ’ ડિવિઝનનો ચાર્જ સંભાળ્યા બાદ એકશનમાં આવી ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.

- Advertisement -

રાજ્યસરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત પૂર્વે પીએસઆઇને પીઆઇ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું. તેમજ 518 પીઆઇની બદલીના આદેશ કરવામાં આવ્યા હતાં. જેમાં જામનગર શહેર અને જિલ્લામાં ફરજ બજાવતા 10 પીઆઇની બદલી કરવામાં આવી હતી અને તેની સામે જામનગરમાં 04 પીઆઇની બદલી થઇ હતી. આ ચાર પૈકીના પીઆઇ વી. એમ. ડોડિયાને સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. ચાર્જ સંભાળ્યા બાદ પીઆઇ વી. એમ. ડોડિયા તથા સ્ટાફએ શહેરના પાંચ હાટડી, પટ્ટણીવાડ, વાઘેરવાડા જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular