Tuesday, September 17, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં તાજિયાનું જુલુસ - VIDEO

જામનગર શહેરમાં તાજિયાનું જુલુસ – VIDEO

પોલીસ દ્વારા ડ્રોન કેમેરા સાથે ચાંપતી નજર: રાજવીએ આપેલ ચાંદીનો તાજિયો બન્યો આકર્ષણનું કેન્દ્ર

- Advertisement -

જામનગર શહેરમાં આજે સાંજે તાજીયાનું જુલુસ યોજાયું હતું. જેમાં દરબારગઢ ખાતે જુલુસ પહોંચતા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. ખાસ કરીને રાજવીએ આપેલ ચાંદીનો તાજિયો તેમજ સવા સો વર્ષથી પણ જુનો અમિધુળધોયાનો તાજિયો સહિતના તાજિયા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાંં. તાજિયાના જુલુસને લઇ પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો અને ડ્રોન કેમેરા દ્વારા સતત ચાંપતી નજર રાખવામાં આવી હતી.

- Advertisement -

જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં કરબલાના શહીદોને મુસ્લિમ બિરાદરોએ અશ્રુઓની અંજલિ આપી હતી. મંગળવારે રાત્રિના કલાત્મક તાજિયા જામનગર શહેરના નિયત રૂટ ઉપર ફર્યા હતાં. લોકોએ તાજિયાના દિદાર કરીને સહાદતને સલામ કરી હતી. દરબારગઢ કલાત્મક તાજિયાઓને જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટયા હતા. ત્યારબાદ આજે સાંજે દરબારગઢ, બેડી સહિતના વિસ્તારોમાં તાજિયાનું જુલુસ નિકળ્યું હતું. આ તાજિયાના જુલુસમાં જામનગરના રાજવી એ આપેલો ચાંદીનો તાજિયો, અમિધુળધોયાનો તાજિયો સહિતના તાજિયા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાંં. દરબારગઢ ખાતે કટારબદ્ધ તાજિયા જોવા લોકો ઉમટયા હતાં. બે દિવસ સુધી દરબારગઢ, બેડી સહિતના વિસ્તારોમાં મહોરમની ઉજવણી અંતર્ગત પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો. તાજિયાના જુલુસ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન દર્શન ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે સાથે ડ્રોન કેમેરા દ્વારા પણ પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી હતી. અવનવી લાઈટો સાથેના કલાત્મક તાજિયા દરબારગઢ ખાતે એકઠાં થયા હતાં.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular