Thursday, December 12, 2024
Homeરાજ્યહાલારપીજીવીસીએલ દ્વારા સ્વતંત્રતા પર્વમાં ટેબ્લો નિદર્શન

પીજીવીસીએલ દ્વારા સ્વતંત્રતા પર્વમાં ટેબ્લો નિદર્શન

- Advertisement -

ભૂચરમોરી ખાતે 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જામનગર પીજીવીસીએલની ટીમ દ્વારા ટેબ્લો નિદર્શનમાં ભાગ લેવામાં આવ્યો હતો. પીજીવીસીએલ દ્વારા આ ટેબ્લો નિદર્શન દ્વારા વિજ અકસ્માત નિવારણ તથા વીજ સલામતી અંગે માર્ગદર્શન દ્વારા પ્રજાને સંદેશો પહોંચાડવામાં આવ્યો હતો. રોજિંદા જીવનમાં સેફટી અંગે ધ્યાન રાખવા જેવી બાબતો જેવી કે, પતંગ ઉડાવતી વખતે, મકાન ચણતી વખતે, કપડા સુકવવા દરમિયાન સેફટી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ટેબ્લોએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. પીજીવીસીએલ જામનગર અને ધ્રોલના માર્ગદર્શન હેઠળ આ ટેબ્લો તૈયાર કરવામાં આવ્યો હતો. જેણે મંત્રી દ્વારા પ્રથમ સ્થાન અપાતાં પીજીવીસીએલ જામનગર માટે ગૌરવની બાબત બની હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular