Sunday, December 22, 2024
Homeસ્પોર્ટ્સટી-20 વર્લ્ડકપ: ભારત-પાકિસ્તાન એક જ ગ્રુપમાં, બંને વચ્ચે જામશે જંગ

ટી-20 વર્લ્ડકપ: ભારત-પાકિસ્તાન એક જ ગ્રુપમાં, બંને વચ્ચે જામશે જંગ

- Advertisement -

બે વર્ષ જેટલા સમયબાદ ભારત-પાકિસ્તાન વચ્ચે જંગ જામશે. આ વર્ષ યોજાનાર ટી-20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન બંને ટીમો એક જ ગ્રુપમાં છે. જેને લઇ ઈન્ડિયા અને પાકિસ્તાન મેચના ફેન્સ માટે સારા સમાચાર સામે રહ્યા છે. આ વર્ષે ટી-20 વર્લ્ડ કપ ઓક્ટોબર-નવેમ્બરમાં યુએઇ ખાતે રમાશે, જેમાં ઈન્ડિયા અને પાકિસ્તાનને સુપર-12ના એક જ ગ્રુપમાં સ્થાન મળ્યું છે. આ બંને ટીમ ગ્રુપ-2માં છે, જેમાં ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ પણ સામેલ છે.

- Advertisement -

વળી, સુપર-12ના ગ્રુપ-1માં ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝનો સમાવેશ કરાયો છે. દરેક ગ્રુપમાં 6-6 ટીમ હશે. બંને ગ્રુપમાં 2-2 એવી ટીમ પણ હશે, જેમને ક્વોલિફાયર રાઉન્ડ પાસ કર્યા પછી ટૂર્નામેન્ટમાં ભાગ લેવાનો રહેશે.

ઈન્ડિયા-પાકિસ્તાનની મેચ આઇસીસી ટૂર્નામેન્ટની એલ ક્લાસિકો તરીકે ઓળખાય છે. અત્યારસુધી કુલ 6 ટી-20 વર્લ્ડ કપમાંથી માત્ર 2 વાર (2009 અને 2010)માં ઈન્ડિયા અને પાકિસ્તાનની મેચ રમાઈ નહોતી. 2007 વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે ફાઇનલ સહિત 2 મેચ રમાઈ હતી, જ્યારે 2012ના વર્લ્ડ કપમાં બંને ટીમ સુપર-8 રાઉન્ડમાં એકબીજા સાથે ટકરાઈ હતી. 2014 અને 2016માં ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ સ્ટેજમાં મેચ થઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular