Sunday, December 22, 2024
Homeરાજ્યખંભાળિયામાં ઘી ડેમ ઓવરફ્લો થવા અંગે લોકોને સાવચેત રહેવા તંત્રની અપીલ

ખંભાળિયામાં ઘી ડેમ ઓવરફ્લો થવા અંગે લોકોને સાવચેત રહેવા તંત્રની અપીલ

- Advertisement -
ખંભાળિયામાં આવેલો ઘી ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયો હોય, આગામી દિવસોમાં ભારે વરસાદના પગલે આ ડેમ ઓવરફ્લો થવાની સંભાવના વચ્ચે નીચાણ વાળા વિસ્તારોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
ખંભાળિયાના પાદરમાં આવેલો અને 20 ફૂટની ઊંડાઈ ધરાવતો સિંચાઈ વિભાગનો ઘી ડેમ સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યો છે. હાલ 100 ટકા જળ સપાટી ધરાવતા ઘી ડેમમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીના પગલે વિપુલ પ્રમાણમાં જળરાશી આવવાના કારણે આ ડેમ ઓવરફલો થવાની પૂરી સંભાવના હોય, આ સંદર્ભે અહીંના નિવાસી અધિક કલેક્ટર દ્વારા એક પત્ર જારી કરી, ડેમના હેઠવાસના વિસ્તારો ખંભાળિયા, રામનગર, હર્ષદપુર, કોઠા વિસોત્રી, કબર વિસોત્રી, સોડસલા તથા સલાયા વિસ્તારના લોકોને નિચાણવાળા ભાગોમાં ન જવા તેમજ સતર્ક રહેવા જણાવાયું છે.
 આટલું જ નહીં, અહીંના મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી દ્વારા જરૂર પડ્યે લોકોના સ્થળાંતર તેમજ પોલીસ વિભાગની મદદથી જરૂરી વ્યવસ્થા કરવા પણ વધુમાં જણાવાયું છે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular