Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયસ્વામીનું ટિવટ્, ઇંધણનો ભાવ વધારો પ્રજાનું શોષણ કરવા જેવો

સ્વામીનું ટિવટ્, ઇંધણનો ભાવ વધારો પ્રજાનું શોષણ કરવા જેવો

- Advertisement -

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી સામાન્ય પ્રજા ઘણી પરેશાન છે, સોશિયલ મિડિયા પર તેમનો ગુસ્સો જોવા મળી રહ્યો છે, બીજી તરફ વિરોધ પક્ષ પણ માર્ગો પર ઉતર્યા છે, આ દરમિયાન બિજેપીનાં રાજ્ય સભાનાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પેટ્રોલ, ડીઝલની વધતી કિંમતો અંગે પોતાની સરકારને નિશાન બનાવી છે, તેમણે શુક્રવારે ટિવટ્ કરીને કહ્યું કે આ મુદ્દા પર જનતાનો મત એક જ છે, કે કિંમતોમાં વધારો શોષણ કરનારો છે, સરકારે પેટ્રોલ, ડીઝલથી હટાવી લેવી જોઇએ. સ્વામીએ ટિવટ્ કર્યું,’લોકોની અવાજ ભાગ્યે જ સ્પષ્ટ અને બુલંદ હોય છે, પરંતું ક્યારેક-ક્યારેક આવું થાય છે, પેટ્રોલ, ડીઝલની વધતી કિંમતો અંગે સામાન્ય પ્રજામાં સામાન્ય મત છે (પોર્ન વિક્રેતાઓ, આઇફોન ચોરો અને નકલી આઈડી વાળા ટિવટ્રાતી સિવાય) વધતી કિંમત શોષણ કરનારી છે. તેથી સરકારે આ વસૂલાતને હટાવી દેવી જોઈએ. ખરેખર, પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશનાં કેટલાક શહેરોમાં પેટ્રોલનાં ભાવ સદી ફટકારી ચુક્યા છે. શુક્રવારે, સમગ્ર દેશમાં સતત 11 માં દિવસે બંને ઇંધણનાં ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં શુક્રવારે પેટ્રોલ 31 પૈસા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 33 પૈસા પ્રતિ લીટર થયું છે. પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને કારણે લોકોનો રોષ પણ વધી રહ્યો છે, જેની અસર સોશ્યલ મીડિયા પર જોવા મળી રહી છે. કોંગ્રેસ સહિત વિરોધી પક્ષો પણ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો સામે રસ્તાઓ પર ઉતરવા લાગ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભુટાનમાં પેટ્રોલ અને ડીઝલ ભારતમાંથી જ જાય છે તેમ છતા પણ ત્યાં ભારત કરતા અડધી કિંમતો જ છે, અને આ બાબત પણ ચર્ચાનો વિષય બની છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular