Sunday, December 29, 2024
Homeરાષ્ટ્રીયકોરોનાની લડાઇ ગડકરીને સોંપવા સ્વામીની સલાહ

કોરોનાની લડાઇ ગડકરીને સોંપવા સ્વામીની સલાહ

- Advertisement -

કોરોનાની વધતી મહામારીની વચ્ચે ભાજપા નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે આને પહોંચી વળવા માટેની જવાબદારી નીતિન ગડકરીને સોંપી દેવી જોઇએ. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે ભારતમાં વધુ એક કોરોનાની લહેર આવી શકે છે, જેમાં બાળકો વધારે ખતરામાં હશે. આવામાં જરૂર સખ્ત પગલાં ઉઠાવવા પડશે. સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, કોરોનાથી સંપૂર્ણ લડાઈ લડવાની જવાબદારી પ્રધાનમંત્રી મોદીએ નિતિન ગડકરીને સોંપી દેવી જોઇએ.

- Advertisement -

પીએમઓ પર ફક્ત નિર્ભર રહેવાથી કામ નહીં ચાલે. કોરોનાના વધતા કેસ બાદ જે સ્થિતિ છે તેનાથી પહોંચી વળવાની રીતોને લઇને વિપક્ષ તરફથી ટીકા થઈ રહી છે. બે દિવસ પહેલા સુબ્રમણ્ય સ્વામીએ પોતાની જ સરકારને ઘેરતા કહ્યું હતુ કે, હવે સરકારે એ કહેવાનું બંધ કરી દેવું જોઇએ કે કેટલું ઑક્સિજન આપણી પાસે ઉપલબ્ધ છે. સ્વામીએ કહ્યું કે, આપણે કહેવું જોઇએ કે કેટલી સપ્લાય આપણે કરી છે અને કઈ હોસ્પિટલમાં મોકલી છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાની લહેર ઘણી જ તેજ ચાલી રહી છે. દેશના લગભગ 15 રાજ્યોમાં સ્થિતિ ગંભીર બનેલી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3,82,315 નવા કેસ સામે આવ્યા છે અને કોરોનાના 3,38,439 દર્દી ઠીક થયા છે. સાથે જ 3,780 લોકોના મોત પણ થયા છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 34,87,229 છે. તો દેશ મહામારીથી અત્યાર સુધી 2.26 લાખથી વધારે લોકો જીવ ગુમાવી ચુક્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular