જમ્મુ-કાશ્મીરમાં ડોન દેખાવાની ઘટનાઓ યથાવત છે. ગુરૂવાર મોડી રાત્રે પણ જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાં ત્રણ અલગ-અલગ સ્થાનો પર સંધિગ્ધ પાકિસ્તાની ડોન જોવા મળ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, આ ડોન રાત્રે લગભગ 8:30થી 9:30ની વચ્ચે બારી-બ્રાહ્મણ, ચિલાધા અને ગગવાલ વિસ્તારમાં એક જ સમયે જોવા મળ્યા હતા.
આમાંથી બે ડ્રોન આર્મી કેમ્પ અને આઇઈટીબીપી કેમ્પની પાસે ઉડતા જોવા મળ્યા. સુરક્ષાદળો દ્રારા કરવામાં આવેલી ફાયરિંગ બાદ ત્રણેય ફોન ત્યાંથી બચી નીકળ્યા. આ ડોન એવા સમયે જોવા મળ્યા છે જ્યારે લગભગ એક અઠવાડિયા પહેલા પોલીસે અહોં પાસે સરહદો કનચક વિસ્તારમાં 5 કિલોગ્રામ આઈઈડી સામગ્રી લઈને જઈ રહેલા એક પાકિસ્તાની ડોનને તોડી પાડ્યું હતું. અધિકારીઓએ કહ્યું કે, 85-ના જવાનોએ પાકિસ્તાન તરફથી આવી રહેલા એક ડ્રોન પર ગોળી ચલાવી.
અધિકારીઓએ કહ્યું કે, અન્ય 2 ડ્રોન બારી-બ્રાહ્મણ અને ગગવાલમાં જમ્મુ-પઠાણકોટ રાજમાગ પર સંવેદનશીલ સુરક્ષા જગ્યાઓ પર જોવા મળ્યા બાદ તરત ગાયબ થઈ ગયા. અધિકારીઓએ જણાવ્યું કે, પોલીસ અન્ય સુરક્ષા દળોની સાથે ઘટનાસ્થળ પર સર્ચ ઓપરેશન માટે નીકળી છે. ઉલ્લેખનિય છે કે ગત શુક્રવારના જમ્મુ-કાશ્મીરના કનચક વિસ્તારમાં સવારના સમયે ડોન જોવા મળ્યું હતું, જેને જમ્મુ પોલીસે તોડી પાડ્યું હતું. હજુ આ ડ્રોનને શોધવાનું ચાલી રહ્યું હતુ ત્યારે સાંજે જમ્મુમાં બીજા 2 ડોન જોવા મળ્યા. આ બે શંકાસ્પદ ડોન ઉપરાંત લાઇન ઓફ કંટ્રીલની પાસે પુંછ સેક્ટરમાં 21/ (પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ) લખેલું એક બલૂન પણ મળ્યું. આમાં પાકિસ્તાનનો ઝંડો બનેલો હતો. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં 27 જૂનના ભારતીય વાયુસેના સ્ટેશન પર થયેલા ડોન હુમલા બાદ સતત સરહદ પર ફોન જોવા મળી રહ્યા છે.