Monday, December 8, 2025
Homeવિડિઓઆકાશમાં ઉડાન લેતું શૌર્ય: સૂર્ય કિરણ ટીમનું રાજકોટમાં ઝળહળતું દિલધડક એર-શો -...

આકાશમાં ઉડાન લેતું શૌર્ય: સૂર્ય કિરણ ટીમનું રાજકોટમાં ઝળહળતું દિલધડક એર-શો – VIDEO

રાજકોટ શહેર આજે શૌર્ય, સાહસ અને રોમાંચથી ઝળહળી ઉઠ્યું હતું. શહેરમાં ભવ્ય એર-શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય વાયુસેનાની પ્રતિષ્ઠિત સૂર્ય કિરણ એરફોર્સ ટીમ દ્વારા આકાશમાં દિલધડક કરતબોનું પ્રદર્શન કરવામાં આવ્યું.

- Advertisement -

માત્ર થોડા પળોમાં જ આકાશ રંગબેરંગી ધુમાડા, સિંહની દહાડ જેવો અવાજ અને સુમેળભરી ફોર્મેશનથી ગૂંજી ઉઠ્યું હતું. સૂર્ય કિરણ ટીમના જવાનો દ્વારા જીવ ને જોખમમાં મૂકી જેટની પરફેક્ટ ટાઈમિંગ અને એંગલ સાથે અદભુત કરતબો રજૂ કરવામાં આવ્યા, જેને જોઈ લોકો ટાળીઓનાં ગડગડાટ સાથે અભિનંદન કરતા દેખાયા.

આ એર-શોનું ખાસ આકર્ષણ એ રહ્યું કે રાજ્યમાં અત્યાર સુધીનું સૌથી લાંબુ 45 મિનિટનું સતત એર-શો રાખવામાં આવ્યું જેનું આયોજન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓમાંથી અંદાજીત એક લાખથી વધુ નાગરિકો આ ઇતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે અહીં ઉમટી પડ્યા હતા. સમગ્ર સ્થળ પર ઉત્સાહ, ગર્જના અને એડ્રેનાલિનનો ઉમંગ છવાયો હતો.

- Advertisement -

આ આયોજન દરમ્યાન મનપાના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપરાંત શહેરના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ સહિત અનેક વિશિષ્ટ મહેમાનોએ હાજરી આપી સૂર્ય કિરણ ટીમના શૌર્યને સલામ કરી.

- Advertisement -

એર-શોની દરેક ક્ષણ લોકોને રોમાંચિત કરતી ગઈ – ‘લૂપ’, ‘બ્રેક-ફોર્મેશન’, ‘ક્રોસઓવર’, ‘હાર્ટ-શેપ’, ‘એરો ડાયનમિક રોલ’ જેવા હાઈ-સ્કીલ મેન્યુવર્સે આકાશને મંચ અને જેટ્સને કલાકાર બનાવી દીધા.

રાજકોટ માટે આ ઇતિહાસિક દિવસની રીતે યાદગાર બની રહેશે, કારણ કે શહેરના નાગરિકોએ પ્રથમવાર આકર્ષક અને ભવ્ય સ્તરનો એર-શો મોટી સંખ્યામા લોકોએ નજીકથીનિહાળ્યોહતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular