જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. 15માં આવેલી મથુરાનગર સોસાયટી શેરી નં. 10માં સીસી રોડ નબળી ગુણવત્તાવાળો બનતો હોવાની સ્થાનિક લોકો દ્વારા જાણ કરવામાં આવતાં ધારાસભ્ય રિવાબા જાડેજા અને શહેર ભાજપ મહામંત્રી મેરામણ ભાટુ દ્વારા સ્થળ પર પહોંચી મહાનગરપાલિકાના અધિકારીને સાથે રાખી સરપ્રાઇઝ ચેકિંગ અને નિરિક્ષણ કરી રોજકામ કરાવ્યું હતું. આ સમયે વિસ્તારના લોકો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.