સુરતના અડાજણામાં રહેતાં મહિલા કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે આવ્યાં હતાં તે દરમિયાન છાતીમાં દુ:ખાવો ઉપડતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા પુષ્પાબેન મહેશભાઈ રાઠોડ નામના 42 વર્ષના મહિલાને કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે છાતીમાં દુખાવો ઉપડતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવની જાણ મૃતકના પુત્ર સાહિલ મહેશભાઈ રાઠોડ (ઉ.વ. 22) એ કલ્યાણપુર પોલીસને કરી છે.