ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ખાતે રહેતા જીતેશ હાજાભાઈ વારસાખીયા નામના વીસ વર્ષના અનુસૂચિત જાતિના યુવાન સાથે આજથી આશરે એકાદ વર્ષ પૂર્વે આ જ વિસ્તારમાં રહેતા કાનાભા સુમણીયા નામના શખ્સ સાથે થયેલી બોલાચાલીનો ખાર રાખી, રવિવારે રાત્રિના સમયે જ્યારે ફરિયાદી જીતેશ પોતાના ઘરે જઈ રહ્યો હતો, ત્યારે માર્ગમાં કાનાભા સુમણીયા, મહિપત કેર, હકુભા માયાભા, ઘાંઘાભા નુંઘાભા અને ભીમરાણાના વરજાંગભા નામના પાંચ શખ્સોએ એકસંપ કરી અને લાકડાના ધોકા તથા છરી વડે તૂટી પડ્યા હતા.
આરોપી શખ્સોએ ફરિયાદી જીતેશ તથા તેમની સાથે સાહેદ મેહુલ જીવણભાઈ વારસાખીયાને પણ બેફામ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી, ફરિયાદી જીતેશને જાતિ પ્રત્યે અપમાનિત કરવા સબબ મીઠાપુર પોલીસ મથકમાં ધોરણસર ગુનો નોંધવામાં આવ્યો છે.
આ બનાવા અંગે પોલીસે આઈપીસી કલમ 323, 324, 143, 147, 148, 149, 504, 506 (2) તથા એટ્રોસિટી એક્ટરની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ એસ.સી.એસ.ટી. સેલના ડી.વાય.એસ.પી. સમીર સારડા દ્વારા હાથ ધરવામાં આવી છે.