Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયઓક્સિજન સંકટ અંગે સુપ્રિમે કેન્દ્ર પાસે માંગ્યો એકશન ટેકન રિપોર્ટ

ઓક્સિજન સંકટ અંગે સુપ્રિમે કેન્દ્ર પાસે માંગ્યો એકશન ટેકન રિપોર્ટ

બે સપ્તાહમાં રિપોર્ટ આપવા આદેશ

- Advertisement -

સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકારને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઓક્સિજન ફાળવણી સંબંધિત નેશનલ ટાસ્ક ફોર્સના સૂચનોના અમલીકરણ પર બે અઠવાડિયાની અંદર એક કાર્યવાહી રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ ટાસ્ક ફોર્સની રચના સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી હતી. દેશમાં બીજી કોરોના લહેર દરમિયાન જબરદસ્ત ઓક્સિજન સંકટ પેદા થયું હતું. ઘણા રાજ્યોમાં તેની અછતને કારણે અનેક લોકોના મોત થયા હતા.

સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, NTF માં વરિષ્ઠ ડોકટરો અને નિષ્ણાતોનો સમાવેશ થાય છે, તેથી કેન્દ્ર પાસે નીતિ સ્તરે તેની ભલામણોને અનુસરવાની અપેક્ષા રાખે છે, જેથી વર્તમાન અને ભવિષ્યમાં કોઈ પણ આકસ્મિક સ્થિતીનો સામનો કરી શકાય. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ એમઆર શાહની બેન્ચે પણ આગામી સુનાવણી બે સપ્તાહ બાદ નક્કી કરી છે. કોરોના મહામારીનો સામનો કરવા માટેની તૈયારીઓ અંગે સ્વત: સંજ્ઞાન લઈને દાખલ કરવામાં આવેલી અન્ય અરજીઓ સાથે આ બાબતની યાદી બનાવી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે NTFનો અંતિમ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે અને રાષ્ટ્રીય રાજધાનીમાં ઓક્સિજનની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટેની પેટા સમિતિનો વચગાળાનો અહેવાલ પણ દાખલ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે દિલ્હી હાઇકોર્ટ દ્વારા કેન્દ્રના અધિકારીઓ વિરુદ્ધ કોર્ટનાં તિરસ્કારની કાર્યવાહી શરૂ કરવા સામે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોનાના દર્દીઓને 700 ટન મેડિકલ ગ્રેડ ઓક્સિજન આપવાના તેના આદેશનું પાલન ન કરવા બદલ હાઈકોર્ટે કેન્દ્રના અધિકારીઓ વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી શરૂ કરી છે.

સુનાવણી દરમિયાન, સોલિસિટર જનરલ તુષાર મહેતા તરફથી હાજર રહેલા એડવોકેટ રજત નાયરે જણાવ્યું કે, રવિવારે સાંજે એક પત્ર જારી કરવામાં આવ્યો છે, જેમાં જણાવાયું છે કે કેન્દ્ર સરકાર NTF ની ભલામણો પર કાર્યવાહીનો અહેવાલ દાખલ કરવા માટે થોડો સમય માંગે છે. આ માટે, બેન્ચે કહ્યું કે તે જાણવા માંગે છે કે સરકાર NTFની ભલામણોને કેવી રીતે લાગુ કરી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular