Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયઇચ્છા મૃત્યુની પ્રક્રિયામાં સુધારો કરવા સુપ્રિમ કોર્ટ તૈયાર

ઇચ્છા મૃત્યુની પ્રક્રિયામાં સુધારો કરવા સુપ્રિમ કોર્ટ તૈયાર

સુપ્રીમ કોર્ટે ઈચ્છામૃત્યુની જટિલ પ્રક્રિયામાં સુધારાનો સંકેત આપ્યો છે. ગઈકાલના રોજ એક ટિપ્પણીમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે કહ્યું હતું કે જેમણે લિવિંગ વિલ કર્યું હોય તેમને સન્માન સાથે મૃત્યુનો અધિકાર છે. જો કે, કોર્ટે જે દર્દીઓ ગંભીર રીતે બીમાર છે અને સારવાર ઇચ્છતા નથી તે માટે કાયદો ઘડવાની જવાબદારી વિધાનસભા પર મૂકી છે.
જસ્ટિસ કેએમ જોસેફની આગેવાની હેઠળની 5 ન્યાયાધીશોની બેન્ચે કહ્યું, “આ કોર્ટે સન્માન સાથે મૃત્યુના અધિકારને મૂળભૂત અધિકાર આર્ટીકલ 21માં જીવનનો અધિકારમાં સમાવિષ્ટ કરવમાં આવ્યો છે, તેથી તેને વધુ ગુંચવણ ભર્યું ન બનવ્યે અને તે નિર્ણયને વ્યવહારુ જીવનમાં અમલમાં લાગુ કરીએ.”

- Advertisement -

આ સાથે કોર્ટે તેના 2018ના નિર્ણયમાં સુધારાનો સંકેત આપ્યો છે. બેન્ચમાં જસ્ટિસ અજય રસ્તોગી, અનિરુદ્ધ બોઝ, હૃષિકેશ રોય અને સીટી રવિકુમાર પણ સામેલ હતા. કોર્ટે કહ્યું કે 2018ના ચુકાદામાં, અસ્થાયી રૂપે બીમાર દર્દીઓના લિવિંગ વિલમાં માર્ગદર્શિકા મૂકવા માટે ’થોડો સુધારો’ કરવાની જરૂર છે જેથી તેમના જીવનનો અધિકાર વધુ વિસ્તૃત બનાવી શકાય. બેન્ચે તેની ટિપ્પણીમાં ભાર મૂક્યો હતો કે “હાલની માર્ગદર્શિકા થોડી ગુંચવણ ભરી છે અને તેને સરળ બનાવવાની જરૂર છે પરંતુ તેમાં પણ પર્યાપ્ત સલામતી હોવી જોઈએ જેથી તેનો દુરુપયોગ ન થઇ શકે”.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular