Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતબિલ્કિસ બાનો કેસ : ગુજરાત સરકાર અને કેન્દ્રને સુપ્રિમ કોર્ટની નોટિસ

બિલ્કિસ બાનો કેસ : ગુજરાત સરકાર અને કેન્દ્રને સુપ્રિમ કોર્ટની નોટિસ

આગામી 2 સપ્તાહ બાદ આ અંગે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે

- Advertisement -

બિલ્કિસ બાનો કેસ મામલે દાખલ કરવામાં આવેલી અરજી મામલે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એનવી રમનાની પીઠ સામે વકીલ કપિલ સિબ્બલે દલીલો કરી હતી. કોર્ટે 11 દોષિતોને સજામાં છૂટ આપવા મામલે ગુજરાત સરકાર અને કેન્દ્રને નોટિસ પાઠવી છે. આગામી 2 સપ્તાહ બાદ આ અંગે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

- Advertisement -

બિલ્કિસ બાનો કેસમાં દોષિતોને છોડી દેવામાં આવ્યા તેના વિરૂદ્ધમાં દાખલ કરવામાં આવેલી અરજી મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે ગુજરાત સરકારને નોટિસ પાઠવી છે અને 2 સપ્તાહ બાદ આ અંગે આગળની સુનાવણી હાથ ધરાશે. બિલ્કિસ બાનોના ગુનેગારોને સજામુક્તિ આપવાના ગુજરાત સરકારના નિર્ણયને પડકારતી જનહિતની અરજી પર સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે તૈયારી દાખવી હતી અને આજ રોજ સુનાવણી હાથ ધરાઈ હતી. આ અરજી સીપીએમ નેતા સુભાષિની અલી, લેખિકા રેવતી લાલ અને માનવાધિકાર કાર્યકર રૂપ રેખા વર્માએ દાખલ કરી હતી. અરજીકર્તાઓના કહેવા પ્રમાણે સમગ્ર કેસની તપાસ સીબીઆઈએ કરી હતી માટે ગુજરાત સરકાર દોષિતોને સજામાં છૂટ આપવાનો એકતરફી નિર્ણય ન લઈ શકે. ક્રિમિનલ પ્રોસિજર કોડના સેક્શન 435 અંતર્ગત રાજ્ય સરકારે આ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સલાહ લેવી અનિવાર્ય છે. સીબીઆઈની વિશેષ કોર્ટે 2008માં 13 પૈકીના 11 આરોપીઓને દોષી ઠેરવીને તેમને આજીવન કેદની સજા સંભળાવી હતી. 2017માં બોમ્બે હાઈકોર્ટે પણ ટ્રાયલ કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો. જોકે હવે ગુજરાત સરકારે કેદ દરમિયાન આરોપીઓની સારી ચાલ-ચલગતના આધાર પર તેમને સજા માફી આપવાનો નિર્ણય લીધો હતો. તે તમામ દોષિતો બિલ્કિસ બાનો સાથે ગેંગરેપ અને તેના પરિવારના 7 સદસ્યોની હત્યાના આરોપસર 15 વર્ષથી જેલમાં હતા. બિલ્કિસ બાનો સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બની તે સમયે તેઓ ગર્ભવતી હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular