જામજોધપુર શહેરમાં ઉનાપાર્ક સોસાયટીમાં એક મકાનમાં બાંધકામ વચ્ચે દારૂની મહેફીલ જામી હોવાની બાતમી પરથી પોલીસે દરોડો પાડી કાનાભાઈ ભારાભાઈ જોગાણી સહિતના વ્યકિતઓને નશાની હાલતમાં ઝડપી લીધા હતાં. પૂછપરછ દરમિયાન શરાબનો જથ્થો કિશોર ભારાભાઈ જોગાણી દ્વારા મંગાવી આપવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. આ આરોપીને પોલીસે નાસતો ફરતો જાહેર કરી તપાસ આદરેલ તે દરમિયાન આરોપી કિશોર જોગાણીએ અદાલતમાં સરેન્ડર માટે અરજી કરેલ તેમની સામે પોલીસે આરોપી સામે અગાઉ પણ દારૂના કેસ નોંધાયેલ છે તેવી દલીલ રજૂ કરેલ અને પોલીસને આરોપી નિકળ્યો સોંપવા રજૂઆત કરી હતી. જ્યારે અદાલતે આરોપીને જયુડી. કસ્ટડીમાં લેવા હુકમ કર્યો હતો. ત્યારબાદ આરોપી એ જામીન મુકત થવા અરજી કરતા અદાલતમાં પોલીસે આરોપીને વધુ ત્રણ દિવસ રિમાન્ડ માટે અરજીની સામે આરોપી પક્ષ તરફથી થયેલ દલીલો ગ્રાહ રાખી અદાલતે પોલીસની રિમાનડ અરજીના મંજૂર કરી આરોપીને જામીન પર છોડવા હુકમ કર્યો હતો. આરોપી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, પારસ સી.મકવાણા, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા વગેરે રોકાયેલા હતાં.