ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલાં ટી-20 વર્લ્ડકપના ગ્રુપ તબકકાના અંતિમ દિવસે ભારે ઉલટફેર જોવા મળ્યો હતો. ગ્રુપ બી ની નબળી મનાતી નેધરલેન્ડની ટીમે સેમીફાઇનલની સબળ દાવેદાર દક્ષિણ આફ્રિકાને હરાવીને મોટો ઉલટફેર કર્યો હતો. એટલું જ નહીં નેધરલેન્ડ સામે પરાજયથી આફ્રિકાની ટીમ બહાર ફેંકાઇ ગઇ હતી. જેનો સીધો લાભ પાકિસ્તાનને મળ્યો હતો. પાકિસ્તાને બાંગ્લાદેશને હરાવીને મળેલી તકનો લાભ લઇ સેમીફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. જયારે રવિવારે રમાયેલી ત્રીજી મેચમાં પહેલેથી જ સેમીફાઇનલમાં સ્થાન પાકું કરી ચૂકેલા ભારતે ઝિમ્બાબ્વેની ટીમને અપેક્ષા મુજબ હરાવીને ગુ્રપમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. આગામી 10મી નવેમ્બરે એડિલેડમાં રમાનારી સેમીફાઇનલમાં ભારતની ટીમ હવે ઇંગ્લેન્ડ સામે ટકરાશે. જયારે પાકિસ્તાનને ન્યુઝીલેન્ડનો સામનો કરવો પડશે. ઝિમ્બાબ્વેની સામેની મેચમાં ભારતો સૂર્યકુમાર હિરો સાબિત થયો હતો.
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ગ્રુપ-2ની સુપર-12ની છેલ્લી મેચ ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ ગઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેને 71 રને પરાજય આપ્યો છે. ટીમ ઈન્ડિયાએ આપેલા 187 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉચરેલી ઝિમ્બાબ્વેની ટીમ 17.2 ઓવરમાં 115 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ઝિમ્બાબ્વે તરફથી સૌથી વધુ રેયાન બર્લે 22 બોલમાં 35 રન કર્યા હતા. તો સિકંદર રઝાએ 24 બોલમાં 34 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ આર. અશ્ર્વિને 4 ઓવરમાં 22 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તો મોહમ્મદ શમી અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ લીધી હતી. તો ભુવનેશ્ર્વર કુમાર, અર્શદીપ સિંહ અને અક્ષર પટેલને 1-1 વિકેટ મળી હતી.
અગાઉ ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 5 વિકેટે 186 રન બનાવ્યા હતા.ટીમ તરફથી સૌથી વધુ સૂર્યાએ 25 બોલમાં 61 રન ફટકાર્યા હતા. તેણે 244ની સ્ટ્રાઈક રેટથી 6 ચોગ્ગા અને 4 છગ્ગા પણ માર્યા હતા. તો કેએલ રાહુલે 35 બોલમાં 51 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વે તરફથી સીન વિલિયમ્સે 2 વિકેટ ઝડપી હતી.
ટીમ ઈન્ડિયાના સ્વિંગ કિંગ ભુવનેશ્ર્વર કુમારે ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. તેઓ હવે ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ મેડન ઓવર નાખી છે. તેમણે કુલ 10 વખત મેડન ઓવર નાખી છે. તેમણે આ બાબતે જસપ્રીત બુમરાહને પાછળ છોડી દીધા છે. જસપ્રીત બુમરાહે કુલ 9 વખત ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં મેડન ઓવર નાખી છે.
નેધરલેન્ડ્સે સાઉથ આફ્રિકાને પરાજય આપતા ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં પહોંચી ગઈ હતી. ત્યારે હવે ઝિમ્બાબ્વેને પરાજય આપીને ગ્રુપ-2માં ટોપ પર આવી ગઈ છે. ત્યારે હવે સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાની ટક્કર ઇંગ્લેન્ડ સામે થવાની છે. ટીમ ઈન્ડિયાએ ટી-20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં 6 વર્ષે એન્ટ્રી લીધી છે. છેલ્લે 2016ના ટી-20 વર્લ્ડ કપમાં સેમિફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેને હરાવીને ગ્રુપ-2માં ટોચનું સ્થાન મેળવી લીધુ છે. આ સાથે જ હવે ટીમે ગુરુવારે, એટલે કે 10 તારીખે ઇંગ્લેન્ડ સામે સેમિફાઈનલ મેચ રમવાની છે. આ મેચ એડિલેડમાં રમાશે. બન્ને સેમિફાઈનલ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે.
ટીમ ઈન્ડિયાના સ્વિંગ કિંગ ભુવનેશ્ર્વર કુમારે ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. તેઓ હવે ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ મેડન ઓવર નાખી છે. તેમણે કુલ 10 વખત મેડન ઓવર નાખી છે. તેમણે આ બાબતે જસપ્રીત બુમરાહને પાછળ છોડી દીધા છે. જસપ્રીત બુમરાહે કુલ 9 વખત ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં મેડન ઓવર નાખી છે.