મીનલ સીરામિક પ્રા.લિ. કંપનીના ડાયરેકટર દ્વારા ઈન્ડોનેશિયન કોલ ઉધારથી ખરીદી કરી નાણાં ન ચૂકવતા પ્રતિવાદી કંપની દ્વારા કરેલ દાવો પ્રિન્સીપલ સીવીલ કોર્ટ દ્વારા રૂા.3,66,092નો ખર્ચ તથા વ્યાજ સહિત મંજૂર કરવામાં આવ્યો હતો.
મીનલ સીરામિક લિ. જેના ડાયરેકટર પરાગ ભાનુકુમાર દોશી તથા સંભવ પરાગ દોશી છે. બંને ડાયરેકટરો દ્વારા વાદી પાસેથી ઈન્ડોનેશિયન કોલ ઉધારથી ખરીદી કરી હતી. જે પેટે તેઓએ વાદી કંપનીને રૂા.3,66,092 ચૂકવવાના બાકી હતાં આ રકમ વાદી કંપની દ્વારા અનેક વખત ઉઘરાણી કરવા છતાં મીનલ સીરામિક દ્વારા રકમ ચૂકવવામાં આવેલ નહીં. અને કોઇ જવાબ દેવામાં આવેલ નહીં. જેથી વાદી દ્વારા લીગલ નોટિસ મોકલવામાં આવી હતી. જે નોટિસ પ્રતિવાદીઓના છત્રાલ ગાંધીનગરના સરનામે બજી જતા પણ કોઇ જવાબ આપવામાં આવેલ નહીં. ત્યારબાદ વાદી દ્વારા મેડીએશનમાં અરજી કરતાં પ્રતિવાદીઓ મીડીએશનમાં પણ હાજર રહેલ નહીં. જેથી મીનલ સીરામિક તથા તેના ડાયરેકટરો સામે જામનગરના પ્રિન્સીપાલ સીવીલ કોર્ટ સમક્ષ સમરી દાવો દાખલ કરવામાં આવ્યો હતો. આ સમયગાળામાં પ્રતિવાદીઓએ પોતાની જગ્યા છોડી દીધી હતી અને સમન્સની બજવણી થવા ન દેતા પ્રતિવાદીઓ સામે અમદાવાદ – ગાંધીનગરના ન્યુઝ પેપરમાં જાહેર સમન્સ પ્રસિધ્ધ કરાવવામાં આવ્યા હતાં. જે બાદ પણ તેઓ હાજર રહેલ નહીં. જેથી વાદી કંપનીના વકીલ દ્વારા સમરી પ્રોસીડીંગ્ઝ સંબંધે કાયદાકીય દલીલો કરી હુકમ તથા હુકમનામુ દોરી આપવા રજૂઆત કરી હતી. જેથી પ્રિન્સીપાલ સીવીલ કોર્ટ દ્વારા વાદીનો દાવો રૂા.3,66,092 નો ખર્ચ તથા વ્યાજ સહિત મંજુર કરવામાં આવ્યો હતો.
આ કેસમાં વાદી તરફે વકીલ વસંત ડી. ગોરી તથા દિપક એચ. નાનાણી તથા નેહલ બી. સંચાણિયા રોકાયા હતાં.


