જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં મંદિર પાસે રહેતાં પરપ્રાંતિય યુવકે અગમ્ય કારણોસર તેેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે કારણ જાણવા તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, ઉત્તરપ્રદેશના બલીયા જિલ્લાના થાના કોતવાલીના સોનબરસા ગામના વતની અને હાલ જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં મંદિર પાસે આવેલા મકાનમાં રહેતા અને મજૂરી કામ કરતા સુમિત શંકરપ્રસાદ શાહ (ઉ.વ.18) નામના યુવકે બુધવારે રાત્રિના સમયે તેના ઘરે રૂમની છતમાં રહેલાં પાઈપમાં સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગેની બ્રીજેકકુમાર શંકરપ્રસાદ શાહ દ્વારા જાણ કરાતા એએસઆઇ ડી.જે. જોશી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.


