જામનગર શહેરના સિધ્ધાર્થનગર વિસ્તારમાં રહેતા યુવાને અગમ્યકારણોસર તેના ઘરે દોરી તથા ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં સિધ્ધાર્થનગર શેરી નં.1 માં રહેતા શૈલેષભાઈ તેજાભાઈ સાગઠીયા (ઉ.વ.34) નામના યુવાને સોમવારે સવારના સમયે તેના ઘરે છાપરામાં પોતાના હાથે દોરી તથા ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગેની સવજીભાઇ દ્વારા જાણ કરાતા એએસઆઈ ડી.જે. જોશી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી યુવાને કયાં કારણોસર આત્મહત્યા કરી તે અંગે જીવણટભરી તપાસ આરંભી હતી.