Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરસગાઇ તૂટી જવાનું લાગી આવતાં યુવતિની આત્મહત્યા

સગાઇ તૂટી જવાનું લાગી આવતાં યુવતિની આત્મહત્યા

વિજયનગર વિસ્તારમાં ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી : થોડા સમય પહેલાં સગાઇ તૂટી ગઇ : પોલીસ દ્વારા મૃતદેહનો કબજો સંભાળી તપાસ

- Advertisement -

જામનગર શહેરના વિજયનગર વિસ્તારમાં રહેતી યુવતિની સગાઇ થોડા સમય પહેલાં તૂટી જવાથી મનમાં લાગી આવતાં બુધવારે સવારના સમયે તેના ઘરે ગળેફાંસો ખાઇને આત્મહત્યાના કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં જકાતનાકા સર્કલ પાસે મુરલીધર સોસાયટી નજીક આવેલા વિજયનગર વિસ્તારમાં રહેતી કાજલ સુરેશભાઇ ચાવડા (ઉ.વ.25) નામની યુવતિની સગાઇ થોડા સમય પહેલાં કોઇ કારણસર તૂટી ગઇ હતી અને સગાઇ તૂટયાનું મનમાં લાગી આવતાં કાજલે બુધવારે સવારના 8 વાગ્યાના અરસામાં તેણીના ઘરે રસોડા આવેલ છતની આડમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગે મૃતકની માતા જેતીબેન સુરેશભાઇ દ્વારા જાણ કરવામાં આવતાં એએસઆઇ બી.જે. જોશી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular