જામનગર શહેરમાં બોમ્બે દવા બજાર કોલોની વિસ્તારમાં રહેતી યુવતીએ કોઇ કારણસર તેના ઘરે ચૂંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં શહેર ડીવાયએસપી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહરમાં બોમ્બે દવા બજાર કોલોની શેરી નં.1 માં રહેતાં અને ઘરકામ કરતી તસ્મીલા સેજાદ હારુનભાઈ ચૌહાણ (ઉ.વ.26) નામની યુવતીએ મંગળવારે રાત્રીના સમયે તના ઘરે અગમ્યકારણોસર રૂમમાં લોખંડના આડહરમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગેની આદમભાઈ સમા દ્વારા જાણ કરાતા પીએસઆઈ જે.એસ. ગોવાણી સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સ્થળ પરથી યુવતીના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી શહેર ડીવાયએસપીએ આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.