જામનગર શહેરના ભીમવાસ વિસ્તારમાં રહેતી યુવતીએ અગમ્યકારણોસર તેણીના ઘરે પંખામાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ભીમવાસ બીજા ઢાળિયા પાસે ભાડાના મકાનમાં રહેતાં બાબુભાઈ રાજાભાઈ રાઠોડ નામના પ્રૌઢની પુત્રી રવિનાબેન રાઠોડ (ઉ.વ.29) નામની યુવતી એ રવિવારે સાંજના સમયે તેણીના ઘરે છતના પંખામાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ અંગેની અમિતભાઈ દ્વારા જાણ કરાતા 108 એમ્બ્યુલન્સની ટીમે ઘટનાસ્થળે પહોંચી જઇ બેશુદ્ધ હાલતમાં જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવ અંગેની જાણ થતા પીએસઆઈ કે.એન. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.