જામનગર શહેરના શંકરટેકરી સિધ્ધાર્થકોલોની વિસ્તારમાં રહેતી યુવતીએ તેણીના ઘરે અગમ્યકારણોસર ગળેફાંસો ખાાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે કારણ જાણવા તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં આવેલી સિધ્ધાર્થ કોલોની શેરી નં.16 માં રહેતી જ્યોતિબેન કિશોરભાઇ મકવાણા (ઉ.વ.22) નામની યુવતીએ શનિવારે સાંજના સમયે તેના ઘરે અગમ્યકારણોસર પંખામાં ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતા યુવતીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકના ભાઈ વિરલ મકવાણા દ્વારા જાણ કરવામાં આવતા હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી કયા કારણોસર આત્મહત્યા કરી ? તે અંગેની તપાસ આરંભી હતી.