જામનગર તાલુકાના સીક્કા ગામમાં આવેલા હરીજનવાસમાં રહેતાં અને ઘણાં સમયથી ગુમસુમ રહેતાં વૃદ્ધે તેની જિંદગીથી કંટાળીને છતના પંખામાં દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કા ગામમાં આવેલા નવા હરીજનવાસ વિસ્તારમાં રહેતા જીવણભાઈ જીવાભાઈ પરમાર (ઉ.વ.60) નામના વૃદ્ધ છેલ્લાં ઘણાં સમયથી ગુમસુમ રહેતાં અને કોઇ સાથે સરખી રીતે વાતચીત પણ કરતાં ન હતાં તેમજ જિંદગીથી કંટાળી ગયા હોય તે દરમિયાન શુક્રવારે તેના ઘરે રૂમની છતના પંખામાં દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના પુત્ર દેવાભાઈ દ્વારા જાણ કરાતા હેકો સી ટી પરમાર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.