Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરપગમાં ઓપરેશન કરેલી જગ્યાએ ઈજા થવાથી વૃદ્ધની આત્મહત્યા

પગમાં ઓપરેશન કરેલી જગ્યાએ ઈજા થવાથી વૃદ્ધની આત્મહત્યા

એક વર્ષ પહેલાં અકસ્માતમાં ઈજા બાદ પગમાં સળિયો ફીટ કરાયો : શુક્રવારે સાઈકલ પરથી પડી જતાં સળિયાવાળા ભાગમાં ઈજા : અસહ્ય પીડાથી કંટાળી ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

- Advertisement -

જામનગર શહેરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતાં વૃદ્ધનું એક વર્ષ અગાઉ એકસીડેન્ટ થયા બાદ પગમાં સળિયો નખાવ્યો હતો. દરમિયાન શુક્રવારે સાઈકલ પરથી પડી જતાં પગમાં રહેલા સળિયામાં ઈજા પહોંચતા પીડાથી કંટાળીને તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

- Advertisement -

બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં નવાગામ ઘેડ મધુવન સોસાયટીમાં કોળી સમાજના ગેઈટ પાસે રહેતાં રમેશભાઈ કરશનભાઈ મેટાડીયા (ઉ.વ.66) નામના વૃદ્ધને એક વર્ષ પહેલાં અકસ્માતમાં ઈજા પહોંચતા જમણા પગમાં સળિયો નખાવેલ હતો. દરમિયાન ગઈકાલે સાંજના સમયે રમેશભાઇ સાઈકલ પર તેના ઘર તરફ જતા હતાં તે દરમિયાન રસ્તામાં પડી જતાં માથામાં આંખમાં તથા જમણા પગમાં સળિયો નખાવેલ છે ત્યાં ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજા થઈ હોવા છતાં સારવાર માટે હોસ્પિટલમાં ગયા ન હતાં પરંતુ ઈજાને કારણે થતી અસહ્ય પીડાથી કંટાળીને શુક્રવારે સાંજના સમયે તેના ઘરે રૂમની છતના પંખામાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગેની મૃતકના પત્ની જીવતીબેન દ્વારા જાણ કરાતા પીએસઆઇ એસ.વી. સામાણી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular