Wednesday, January 1, 2025
Homeરાજ્યહાલારપિતાએ મજુરી માટે પરાણે બોલાવતા યુવક પુત્રની આત્મહત્યા

પિતાએ મજુરી માટે પરાણે બોલાવતા યુવક પુત્રની આત્મહત્યા

સોયલ ગામમાં મજુરી માટે મધ્યપ્રદેશમાં વતનેથી પુત્રને બોલાવ્યો : પરાણે આવેલા પુત્રએ ખેતરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ

- Advertisement -

ધ્રોલ તાલુકાના સોયલ ગામની સીમમાં આવેલા ખેતરમાં મજૂરી કામ માટે બોલાવેલા યુવકને મજૂરી કામ કરવા આવવું ન હોવાથી મનમાં લાગી આવતા શ્રમિક યુવકે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી. બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

બનાવ અંગેની વિગત મુજબ, મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની અને હાલ ધ્રોલ તાલુકાના સોયલ ગામની સીમમાં આવેલા હેમરાજભાઈ દલસાણિયાના ખેતરમાં મજૂરી કામ કરતા ગિરમસિંહ કિલાનભાઈ માવી નામના ખેતમજુરે તેના પુત્ર સરદાર માવી (ઉ.વ.20) નામના યુવકને વતનમાંથી સોયલ ગામે મજૂરી કામ માટે ફોન કરી બોલાવ્યો હતો. સોયલ આવેલો પુત્ર સરદારને મજૂરી કામે આવવું ન હોવા છતાં અવાર-નવાર પિતા દ્વારા ફોન કરીને બોલાવાતા વાડીએ આવેલો સરદાર ગુમસુમ રહેતો હતો અને મજૂરી કામનું મનમાં લાગી આવતા શુક્રવારે વહેલીસવારના સમયે ખેતરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. બનાવ અંગેની મૃતકના પિતા દ્વારા જાણ કરાતા હેકો કે.ડી. કામરીયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular