કાલાવડ તાલુકાના પ્રભુજી પીપરિયા ગામમાં રહેતી યુવતીને તેણીના પિતા દ્વારા અભ્યાસ માટે અપાયેલા ઠપકાનું મનમાં લાગી આવતા રૂમમાં રહેલા પંખામાં દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના પ્રભુજી પીપરિયા ગામમાં રહેતી આશાબેન રામજીભાઈ વઘેરા (ઉ.વ.18) નામની યુવતીને તેણીના પિતા રામજીભાઈ વઘેરા દ્વારા અભ્યાસ બાબતે ઠપકો અપાતા મનમાં લાગી આવતા બુધવારે સાંજના સમયે તેણીના ઘરે રૂમમાં રહેલા પંખામાં દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પિતા રામજીભાઈ દ્વારા જાણ કરાતા હે.કો. જી.પી.ગોસાઈ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.