કાલાવડ તાલુકાના હરીપરગામની સીમમાં રહેતા યુવાનને રસોઈ બનાવવા બાબતે તેના મોટાભાઈ સાથે બોલાચાલી થયાનું લાગી આવતા ઝેરી દવા પી આપઘાત કાર્યો હતો.
આ અંગે ની વિગત મુજબ જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના હરીપર્મ ગામની સીમમાં રહેતા હિતેશભાઈ ચંદુભાઈ સેલોત ( ઉ.વ. 18) નામના યુવાનને રસોઈ બનાવવા બાબતે તેના મોટાભાઈ સાથે બોલાચાલી થઇ હતી. જેનું યુવાનને મનમાં લાગી આવતા શનિવારે પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું સારવાર કારગત નીવડે તે પૂર્વે રવિવારે સવારના સમયે મોત નીપજ્યાનું તબીબો એ જાહેર કર્યું હતું. આ અંગેની જન ના આધારે હે.કો. વી.પી.જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોચી જઈ મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.